 |
|
આઝાદી બાદ અત્યાર સુધીની એક માત્ર રોમાંચક ચૂંટણી હતી 1977ની.અને એમાં શંકાને કોઈ સ્થાન પણ નથી.કેમ કે એક બાજુ જ્યારે ભારતનો ચહેરો બની ગયેલા ઈન્દિરા ગાંધી હોય અને સામે મોરારજી દેસાઈ જેવા પીઢ નેતાની આગેવાનીમાં અન્ય પાર્ટીઓ હોય પછી તો કહેવાનું જ શું હોય.પરંતુ એ ઈતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે.2014ની લોકસભા ચૂંટણી માટે કહેવાય છે કે આ ચૂંટણી 1977 ચૂંટણી કરતા પણ વધુ રોમાંચક બનશે.અને આમ પણ બન્ને ચૂંટણીમાં ઘણું સામ્યતા પણ છે.આઝાદી બાદની સૌથી દિલધડક, સૌથી રોમાંચક, સૌથી વિકટ અને સૌથી રસ્સાકસી વાળી લોકસભા ચૂંટણીના ડંકા વાગી ગયા છે.ચૂંટણી પંચે 9 તબક્કામાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે.ચૂંટણીનું બ્યૂગલ વાગતા જ તમામ પાર્ટીઓના રણબંકાઓ પણ રણમેદાનમાં ઉતરવા થનગવા લાગ્યા છે.એવું કહેવાય છે કે આ વખતની લોકસભા ચૂંટણી એ ભારતીય ઈતિહાસની 1977 બાદની સૌથી અનોખી ચૂંટણી સાબિત થશે.હવે સવાલ એ થાય કે રાજકીય પંડિતો 2014ની ચૂંટણીની સરખામણી 1977ની ચૂંટણી સાથે કેમ કરી રહ્યા છે?એવું તે શું નવું હતું 1977ની ચૂંટણીમાં?આમ જોવા જાવ તો આ બન્ને ચૂંટણીઓમાં ઘણી સામ્યતા છે.તે વખતે ઈન્દિરા ગાંધીએ દેશમાં લાદેલી કટોકટીના કારણે દેશમાં ઈન્દિરા સામે આક્રોશ હતો..તો આ વખતે પણ અનેક કૌભાંડો, ભ્રષ્ટાચાર અને મોંઘવારીના કારણે વર્તમાન કેદ્ર સરકાર સામે દેશભરમાં વિરોધનો વંટોળ છે.તે વખતે એક બાજુ હતા ઈન્દિરા ગાંધી.તો સામે હતા દેશના અન્ય તમામ નેતાઓ..જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ જે આંદોલન અસ્તિત્ત્વમાં આવ્યું હતું તેના કારણે નાની મોટી સહિત તમામ પાર્ટીઓએ જનતા પાર્ટી નામનું એક મંચ ઉભું કર્યુ હતું..તો આ વખતે પણ હાલની સ્થિતિ મુજબ એક તરફ કોંગ્રેસ છે.તો બીજી તરફ નરેન્દ્ર મોદીથી લઈ સપા, બસપા અને ડાબેરીઓ સહિત અન્ય તમામ પક્ષો છે.1977ની ચૂંટણી એટલા માટે ખાસ હતી કેમ કે, માત્ર એક ભૂલ કેટલું મોટું નુકસાન કરી શકે છે તેનું તાજુ ઉદાહરણ 1977ની લોકસભા ચૂંટણી જ હતી.આ વાતને સમજવા માટે જો 1971 અને 1977ની ચૂંટણીના પરિણામોની સરખામણી કરીયે તો 1971ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 352 સીટ જીતી કેન્દ્રમાં સરકાર બનાવી હતી.જ્યારે મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં બનેલા નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટને મળી હતી માત્ર 51 સીટ.પરંતુ ખોટી રીતે ચૂંટણી જીતવાના આરોપ અને ત્યારબાદ સત્તા બચાવવા માટે 1975માં લગાવેલી કટોકટી પછી જ્યારે 1977માં લોકસભા ચૂંટણી યોજાઈ તો ઈન્દિરા ગાંધીના સુપડા સાફ થઈ ગયા.જે કોંગ્રેસે 1971માં 352 સીટ જીતી હતી તે જ કોંગ્રેસ 1977માં 189 સીટ પર આવી ગઈ.તો જયપ્રકાશ નારાયણના આશિર્વાદ અને મોરારજી દેસાઈ જેવા પીઢ નેતાની અધ્યક્ષતામાં બનેલી જનતા પાર્ટીએ અપેક્ષા પ્રમાણે જ અધધધ કહી શકાય તેટલી 345 સીટ જીતી ઈન્દિરા ગાંધીને કરારી હાર આપી હતી.માત્ર એટલું જ નહિ તે વખતે તો ખુદ દેશના વડા પ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધી પણ પોતાની સીટ બચાવી શક્યા ન હતા.1977ની ચૂંટણી અને 2014ની ચૂંટણીને અલગ પાડતી કોઈ બાબત હોય તો તે છે ઈન્દિરા ગાંધી ખુદ.જી હા, જે ઈન્દિરા ગાંધીને દેશવાસીઓએ રાષ્ટ્રીય નાયક બનાવી દીધા હતા તે જ ઈન્દિરા ગાંધી કટોકટી બાદ ડીકટેટર એટલે કે સરમુખત્યાર તરીકે કુખ્યાત થયા હતા.અને ઈન્દિરાની હારનું સૌથી મોટું કારણ પણ તેમની આ છબી જ હતી.આ વખતે કોંગ્રેસના કોઈ ચહેરા સામે તો મોટા આરોપો નથી પરંતુ આખી પાર્ટી જ ગુનેગારના કઠેડામાં છે.હા, એ વાત પણ આપણે ભૂલવી ન જોઈએ કે 1977માં કંગ્રેસને હરાવી જે જનતા પાર્ટી સત્તામાં આવી હતી તે શાસનના પાંચ વર્ષ પણ પૂર્ણ કરી શકી ન હતી..અને એ પણ સનાતન સત્ય છે કે આઝાદી બાદ જેટલી પણ સરકારો આવી તેમાંથી કોંગ્રેસને બાદ કરતા એક માત્ર વાજપેયીની અધ્યક્ષતામાં બનેલી NDAની સરકારે જ કાર્યકાળ પૂર્ણ કર્યો હતો..તો આ વખતે શું થશે?1977ની ચૂંટણીનું પુનરાવર્તન થશે? કે પછી કોંગ્રેસ,સત્તા બચાવવામાં સફળ થશે?
'2014ની લોકસભા ચૂંટણી માટે કહેવાય છે કે આ ચૂંટણી 1977 ચૂંટણી કરતા પણ વધુ રોમાંચક બનશે'
ReplyDeleteચોક્કસ...
પણ આ વખતે મોદી ઈંદિરા ગાંધીની કમી વર્તાવા નથી દેતા...